કોલેજ માં મિત્રોને મળીને આરવ માતા-પિતા ને મનમાં કહેવાના નિશ્ચય સાથે કોલેજની બહાર બસ ની રાહ જોતા ઊભો હતો.સમય કેવી રમત રમી જાણે છે તેનો પરિચય આરવ ને આજે થયો હતો. ગઈ કાલનો ટોપર આજે પાસ થવા માટે વલખાં મારી રહ્યો હતો. વિધિ ની કેવી આ વક્રતા...? તેવામાં તેનો બીજો એક મિત્ર આવી ને મળ્યો. તેને પણ આરવ નાં પરિણામ વિશે ખબર હતી. થોડી સાંત્વના આપી તેણે આરવ ને હવે ભવિષ્ય માં શું કરવું તે અંગે પૂછ્યું...આરવે તેની યોજના જણાવી પરંતુ મિત્ર એ