મોંઘાદાટ હોસ્પિટલના આ આઈ.સી.યુ.માં ત્રીજા બેડ પર હું આજે મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. પોતાનું આખું જીવન (જાણે પિક્ચર જોતા હોય અને ફોરવર્ડ કરીએ ત્યારે જે ઝડપથી ભાગે એમ )મારી આંખ સમક્ષ રિવાઇન્ડ (શરૂઆતથી લઈને અત્યાર સુધી) થઇ રહ્યું છે. ન જાણે કેટકેટલા સંઘર્ષ કર્યા છે મેં જીવનભર...અંતે આજે દરેક ઘટના આંખ સામે દ્રશ્ય થઇ રહી છે. એકદમ ગરીબ પરિવારમાં મારો જન્મ થયો હતો. બાપા મજૂરી કરતા જયારે માં ગૃહિણી. માંની માનસિક હાલત કોઈકવાર બગડી જતી.માં , બાપા , બા ,ચાર બહેનો અને ત્રણ ભાઈ એમ મારી સાથે કુલ અગિયાર