પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 12

(21)
  • 5.8k
  • 5
  • 2.2k

માધવી બે સહારા થઇ ગઇ હતી. એને મદદ કરનાર કોઇ ન હતું. નિરાધાર સ્થિતિમાં નિર્ધન ઘરમાં રડી રડીને એ જીવી રહી હતી એના અંધકારમય જીવનમાં આશાનું કોઇ કિરણ ઉગે એમ લાગતું ન હતું. પતિના અવસાનને બાવીસ વર્ષ વીતી ગયાં હતાં. ઘરમાં ખાવાને કોળિયો ધાન ન હતું. ન હતો એની પાસે કાણો પૈસોય આવી વિષમ પરિસ્થિતિમાંય એણે એના દિકરાને પાળી પોષીને ઊછેર્યો હતો.