વિષાદ યોગ- પ્રકરણ-17

(189)
  • 6.2k
  • 9
  • 4.5k

વિરમ નસામાં બબડતો હતો ત્યારે સુરસિંહ વીસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ખોવાઇ ગયો હતો. જ્યારે સુરસિંહને હૉસ્પિટલમાંથી ખસેડી કાચાકામના કેદી તરીકે જેલમાં રખાયો હતો ત્યારે એક દિવસ વિરમ તેને મળવા આવ્યો હતો. વિરમને જોઇ તેને રાહત થઇ હતી કે ચાલ આતો ફસાયો નથી. વિરમની હાલત જોઇ તેને થોડું દુઃખ તો થયેલું પણ એક રાહત હતી કે વિરમ તેની જેમ જેલમાં નહોતો. સુરસિંહે વિરમની હાલત જોઇ પુછ્યું “તને કેમ છે? અને આ તારા મોઢા પર નિશાન શેના પડેલા છે?” આ સાંભળી વિરમ રડી પડ્યો અને બોલ્યો “ આ પોલીસવાળાએ માર મારેલો તેના નિશાન છે.” આટલું કહી તે સુરસિંહની એકદમ