વેદના - વરસાદ ( વાર્તા )

(11)
  • 4.6k
  • 1
  • 679

ખેતર ને શેઢે થી ચાલ્યો આવતો મંદ પણ ભેંકાર પવન વૃધ્ધ ધનજી નાં કાને ભયંકર અવાજ કરતો હતો. ખેતર માં એકબાજુ પોર સાલ વાવેલી બાજરીના ઠુંઠા હજીય અકબંધ હતાં એમાય ધૂળ ની ડમરીઓ ઊડી રહી હતી. ઘુંઘવતા અવાજમાં પણે સુકાયેલા ખાખરાના ઠુંઠા પર બેસેલો હાડીયો ક્રો..ક્રો...ક્રો અવાજ કરીને ઓણસાલ વરસાદ નાં નઠારા વર્ષને જાણે ભેંકાર નજરે જોઈ રહ્યો હતો. ન જાણે કયાં પાપોનો બદલો કુદરત લઈ રહ્યો હતો. ત્રણ વરસથી વરસાદ નો છાંટો સરખો નહોતો પડ્યો તો પણ ખમીરવંતી આ ગુજરાતની પ્રજા જ એવી છે કે દુ:ખનો ડુંગર પડે તોય ન ડગે એવી એમની નિર્ભયતા