અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૨ : બર્ફીલો બાહુપાશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૧માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિ એની સાધના ‘બિલ્લી-વિધિ’ દરમ્યાન બિલાડીની આંખ ચાવી જાય છે, એનું રક્ત પીએ છે. ચૂડેલ માટે કાલી વિદ્યા કરીને જણાવે છે કે જ્યાં સુધી એ બિલાડી જીવિત રહેશે ત્યાં સુધી પ્રેતયોનીમાં ભટકતા એના દીકરાનો આત્મા એક કાળા પડછાયાનું રૂપ ધારણ કરી શકશે. મૃતાત્માલોકનો એ પ્રતિનિધિ વીસ-બાવીસ વર્ષની ઉત્તેજના લઈને તપસ્યાને ભોગવવા માટે કાલી ખાડીમાંથી બહાર નીકળે છે અને તપસ્યાને ઘોર જંગલના એક અવાવરુ કોટેજમાં લઈ જાય છે. એના સંભોગથી તપસ્યાના પેટમાં મૃતાત્માનો ગર્ભ