પ્રતિક્ષા- ૨૪

(118)
  • 4.2k
  • 6
  • 1.8k

“માસી એક કામ હતું થોડું...”“હં બોલને...”“મારી ફ્રેન્ડ છે, મારી સાથે મુંબઈથી જ આવી છે. પણ મારે એક અરજન્ટ કામ છે તો પાછુ જવું પડે એમ છે. સો ૨ દિવસ એ અહિયાં રહી શકે. અમદાવાદમાં એ કોઈને નથી ઓળખતી એટલે...” રચિતે સીધી જ વાત કરી“અરે પૂછવાનું હોય કંઈ, ચોક્કસ રહી શકે.” મનસ્વીએ પણ વધુ વિચાર્યા વિના હા કહી દીધી “હેલ્લો...” દરવાજેથી અંદર એન્ટર થતા ઉર્વા સ્મિત સાથે બોલી.મનસ્વી અને ઉર્વાની આંખો અથડાઈ ને મનસ્વી જોઈ જ રહી ઉર્વાને. વિખરાયેલા ખુલ્લા વાળ, ચેહરા પર થોડો એવો થાક, ઉજાગરા વાળી આંખો, સાવ સાદા જીન્સ અને ટોપમાં હોવા છતાં નિખરતું વ્યક્તિત્વ અને મોહક સ્મિત.“આવ બેસ