સપના અળવીતરાં ૧૩

(41)
  • 3.1k
  • 7
  • 1.5k

ચર્ ર્ ર્... ગાડીને લાગેલી બ્રેક આદિના વિચારો પર પણ અસર કરી ગઈ. વિચારોની ગતિ અટકી ગઈ અને આદિ વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. તેણે જોયું તો ગાડી કે કે મેન્સન ને બદલે ડૉ. ભટ્ટ ની હોસ્પિટલનાં ગેટ પાસે ઉભી હતી. કેદાર ભાઈ આદિની રાહ જોયા વગર, ઉતાવળા પગલે લિફ્ટ પાસે પહોંચી ગયા હતા. આદિએ પણ ઉતાવળ રાખી અને કેદારભાઈ સાથે જ લિફ્ટ મા પ્રવેશ કર્યો. લિફ્ટ ની બરાબર સામેના સ્પેશ્યલ ડિલક્ષ રૂમમાંથી ડૉ. ભટ્ટ બહાર આવી રહ્યા હતા કે લિફ્ટ નો દરવાજો ખૂલ્યો અને અધિરાઇ સાથે કેદારભાઈ તથા ડૉ. આદિત્ય ને આવતા જોયા, એટલે ડૉ. ભટ્ટ પણ તેમની સાથે રૂમમાં પાછા આવ્યા.