સમ્યક્ નિંદ્રાની આપણે ચર્ચા કરી તે જ પ્રકારે સમ્યક સ્વપ્ન પણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં આપણા જ શાસ્ત્રોનું હાર્દ સમજ્યા વગર કેટલાક લોકો સ્વપ્નાવસ્થાની ટીકા કરતા રહ્યા છે. જેના કારણ સ્વપ્ન એ માત્ર મોહમય અને ખોટા જ છે તેવી એક મનોદશા ઉભી થઈ છે. અનિંદ્રાની જેમ સ્વપ્નાવસ્થાને પણ ખોટી રીતે ટીકાપાત્ર બનાવવામાં આવી છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે અને જીવન માટે જરૂરી અંગ છે. જો દુનિયામાં સ્વપ્ન ન હોત તો કોઈ વિકાસ ન હોત તો વ્યક્તિ ન વિજ્ઞાન તરફ આગળ વધી શક્યો હોત ન વિકાસ તરફ.