શનિરવિ

(115)
  • 5.2k
  • 7
  • 1.9k

કમલાએ જોયું કે વાલજીને કોઈ લત કે વ્યસન નહોતું. એ પોતાના બાપ જેવો નહોતો. કપચી ઊંચકતાં, ડામર પાથરતાં બન્નેની આંખ મળી અને કોઈ વિધિ વગર બન્ને એક થયા. કમલાના પહેલા બાળકનું નામ શનિ. બાજુવાળા દાદા હરમાનજીના ભગત હતા, એમણે પાડ્યું આ નામ. બીજું બાળક જન્મ્યું ત્યારે કોઈ મજાકમાં બોલ્યું, “રવિ આવ્યો!” દિવસો સુધી આ સિવાય બીજું કોઈ નામ સત્તાવાર રીતે પાડવામાં ન આવ્યું, એટલે ‘રવિ’ નામ જ ફાઈનલ થયું. એક દિવસ પડોશણ જીવી ડોશીએ કહ્યું, “રવિ વરસનો થયો, એના ચાલતો થવાનો સમય થયો, પણ હજુ બેસતો ય નથી!” કમલા પોતાના આઠ નાનાં ભાઈબહેનને આપોઆપ ઉછરતાં જોઈને બાળઉછેર શીખી હતી. બાળક તો આપમેળે બોલતું-ચાલતું થાય એવી જ એની સમજ હતી. પણ આ જીવીદાદીએ એના મનમાં ચિંતા નાખી. પંદરેક દિવસ સુધી એણે પોતે પણ જોયું કે રવિ ટટ્ટાર બેસતો નથી, એના કમર અને પગ પર એણે ચકાસી જોયા. કંઈ સમજાયું નહીં. એણે વાલજીને વાત કરી. વાલજીની સીધીસરળ જિંદગીમાં આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. ભીંત ટટ્ટાર રાખવાની એને આવડત હતી. વરસના બાળકની કમર ટટ્ટાર ન હોય તો શું કરવું, એની એને ખબર નહોતી. કોઈએ સિવિલ હોસ્પીટલ જવા કહ્યું. વાલજીને એટલી જ ખબર હતી કે મજૂર પાલખી પરથી પડી જાય, માથું ફાટી મરી જાય ત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ જવાનું થાય. સિવિલ જીવતા માણસો માટે પણ છે, એવો એને આજે ખ્યાલ આવ્યો. ...આગળ વાંચો