અવતાર - 1

(36)
  • 2.7k
  • 4
  • 948

અવતારવિનાયક ઠાકોર.. ફક્ત નામ સાંભળીને જ સામાન્ય વ્યક્તિનું હ્રદય બેસી જતું. પહાડ સરીખો એ માણસ અત્યારે કોઈ હારેલા યોદ્ધાની જેમ માથા પર હાથ મૂકીને બેઠો હતો. લોકો આવ્યે જતા અને જગ્યા મળે ત્યાં સ્થાન ગ્રહણ કરી ચૂપચાપ બેસી જતા હતાં. ગણી ગાંઠી વ્યક્તિઓ જ એવી હશે, જેમણે વિનાયકને આશ્વાસન આપ્યું હશે. પડોશી વર્ગમાંથી પણ એકાદ બે વ્યક્તિ જ એના ખભે હાથ મૂકવાની હિંમત કરી શકી હતી! આમ તો એ ગરીબોનો મસીહા ગણાતો હતો. કેટલાય ગરીબોના ચૂલા વિનાયકની મદદથી સળગતા હતા. પરંતુ આ મસીહાથી તેઓ ડરતા પણ હતા.. એના ગુસ્સાથી.. અને આજે તો જાણે કયામત આવી ગઈ હતી. હા.. વિનાયક નામના