રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 7

(534)
  • 6.9k
  • 33
  • 3.6k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 7 ઠાકુર પ્રતાપસિંહ તો એમનાં નામ મુજબ કબીરને પ્રથમ મુલાકાતે ખુબજ ઉમદા વ્યક્તિત્વનાં માલિક લાગ્યાં. જે રીતે કબીરની રહેવાની સગવડ એમને કરી અને જે રીતે કબીરને સત્કાર્યો એ બાદ તો કબીરને ઠાકુર પ્રતાપસિંહનાં જે વખાણ એને સાંભળ્યા હતાં એ એકદમ યોગ્ય હતાં એવું એને લાગ્યું.કોઠી પર ઠાકુર સાહેબને મળવાનો અનુભવ કબીર માટે ખરેખર ઉત્તમ રહ્યો હતો. કબીર પાછો વુડહાઉસ આવી પહોંચ્યો ત્યારે બપોરનાં બે વાગી ગયાં હતાં..જીવાકાકા એ પણ એ સમયે આરામ ફરમાવી રહ્યાં હતાં એટલે એમને પોતે જમીને આવ્યો છે એવું કહી કબીર પોતાનાં પ્રથમ માળે આવેલાં રૂમમાં ગયો.કબીરે વિચાર્યું રાતે હવે મોડે