પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧

(96)
  • 3.8k
  • 8
  • 1.9k

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા ને અભી એકબીજા જોડે વધુ ને વધુ સમય વિતાવી રહ્યા છે. આ તરફ કોલેજમાં આવતા જ સૌમ્યા પોતાના પ્રેમનો પ્રસ્તાવ અભી સામે મૂકે છે. હવે આગળ... ********** આરપારના આ કેવા સંયોગો રચાયા છે, બંને કિનારા મને અનહદ વ્હાલા છે, મજબૂરી કેવી કે નથી નમી શકાતું કોઈ તરફ, કારણ કે બંને મારા મજબૂત સહારા છે. અને અચાનક સૌમ્યા જોરથી હસી પડે છે અને એ સાથે જ મહેક પણ... "શું સૌમ્યા..!? બધું as per plan રહ્યું હતું, તારે થોડું કન્ટ્રોલ કરવું જોઈતું હતું !", મહેક ખોટો ગુસ્સો કરતા બોલી... સ્વપ્નિલ અને વેદને તો ખ્યાલ આવી ગયો