ચાલો, બે-પાંચ ડગલા પાછળ ચાલીએ, જ્યાં ઘરે-ઘરે ખેતી કામ થતું, દૂર-દૂર સુધી ખેતરોમાં લીલાછમ પાક લહેરાતા. આવા સમયમાં આખો પરીવાર ખેતીમાં મદદ કરાવતો. આવાજ એક સુંદર લીલાછમ ગામમાં, એક નાનકડાં વિસ્તારમાં આઠ-દસ ખેડૂતો ભેગા મળીને તનતોડ મહેનત કરી, ખેતી કરતા. આ બધાનો લીડર વિનય ખુબજ મહેનતી હતો. ખેતીના તમામ પાસાઓને તે ખુબજ સારી રીતે સમજતો હતો, સ્વભાવનો પણ ખુબજ સરળ. તેની નિર્બળતા માત્ર એટલીજ કે તે ક્યારેય બીજા કોઈની વાત સાંભળતો નહતો. અને સાંભળે તોય, સામે વાળા વ્યક્તિને બીજી ચાર વાતો એવીરીતે સમજાવતો, કે આપણને લાગે વિનયનીજ વાત સાચી છે. વિનય અહંકારી ન હતો, પરંતુ તેની અંદર અહંકારનું નાનું