લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૦ "લાઇમ લાઇટ" ના ટ્રેલરના લોન્ચિંગમાં રસીલીને રૂબરૂ જોઇ પબ્લિક ગાંડા જેવું થઇ ગયું હતું એ જોઇ પ્રકાશચંદ્ર ખુશ થયા હતા. દર્શકોનો સારો પ્રતિસાદ તે સમજી શકતા હતા. પ્રકાશચંદ્ર પોતે પણ રસીલીના જોબનથી પોતાની ઉત્તેજના વધી હતી એ અનુભવી ચૂક્યા હતા. પ્રકાશચંદ્રએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે રસીલીને કારણે તેમની નપુંસકતાની બીમારી પોબારા ગણી જવાની હતી. અને તે એક યુવાનની જેમ ફરી પોતાના પુરુષત્વનું ગૌરવ મેળવવાના હતા. તે ખુદ આજે રસીલીના રૂપથી ઘાયલ હતા. તેમને થયું કે રસીલી પડદા પર ધૂમ મચાવી દેશે. આ કાર્યક્રમમાં તેનું જોબન છલકાય એવો ડ્રેસ પ્રકાશચંદ્રએ ખાસ તૈયાર