બેવફા - 6

(286)
  • 14k
  • 37
  • 8.6k

ટોર્ચર રૂમમાંથી બહાર નીકળીને અમરજી સીધો વામનરાવની ઓફિસમાં પહોંચ્યો. વામનરાવ તેની જ રાહ જોતો હતો. એ પોતાનાથી જુનિયર ઓફિસર સાથે આ રીતે જ ચર્ચા કરતો હતો. કોઇ પણ ગુંચવાયેલા કેસ વિશે તર્ક કરતો રહેતો હતો. કેસમાં આગળ વધવાની તેની આ પદ્ધતિ અમરજીને ખૂબ જ ગમતી હતી. કિશોર પર તેમણે છેલ્લો દાવ અજમાવ્યો હતો. અને આ દાવમાં અમરજીને ગુનેગાર સામે પણ પોતાના સિનિયર ઓફિસરને ખરાબ ચીતરવો પડતો હતો. આને પ્રેમની ભાષા કહેવામાં આવતી હતી. અને તેમાં ભલભલા ગુનેગારો ફસાઇ જતા હતા. પરંતુ આ છેલ્લા દાવ અજમાવ્યા પછી કિશોર સાચું બોલે છે, એની અમરજીને પૂરેપૂરી ખાતરી થઇ ગઇ હતી.