મારી લેખન શૈલી અને ચીસના કથાનક વિશે તમારા અભિપ્રાય જરૂર જણાવજો કેમકે મને કોઈએ કહેલું એક સ્ત્રી જોડે કિચનમાં રસોઈ બનાવવા બધી જાતના મસાલાઓ મોજુદ છે જેથી ઉત્તમ રસોઈ બનાવી એ વાહવાહી મેળવે છે. બીજી તરફ એક સ્ત્રી કે જેના કિચનમાં ઘણા મસાલાઓની ઉણપ છે છતાં પણ એ પોતાનું હૃદય પરોવી નાખે છે. અને સંતોષ અનુભવે છે. ત્યારે મનને ધરપત થયેલી કે પ્રતિકૂળ પરિસ્થિતિ નાનકડી જોબ અને આર્થિક કટોકટી સામે ઝઝૂમતો એક માનવી સંઘર્ષમય જિંદગીમાં મનની સ્થિરતા જાળવવા ની સંપૂર્ણ જવાબદારી સાથે આપ સમક્ષ વાર્તાઓ નો કાફલો લઈ હાજર છે