જીવન એક - ઘટના અનેક....!

  • 2.5k
  • 1
  • 839

જનની ની કુખમાં આકાર લઈ રહેલ જીવ, માતાના ખોળામાં હસતું - રમતું બાળક, શાળા માટે દફ્તર લટકાવી દોડતો વિદ્યાર્થી ,ટીખખળ કરતો આમ-તેમ રખડતો યુવાન, જવાબદારીમાં લપસતો સંસારી, પાનખેર માં ઉદાસીન થઈ ખરતો વૃધ્ધ કે ઠાઠડીમાં રામ નામ સત્ય ના ઉચ્ચારણે માથું ડોલવતું શરીર - આ સર્વ માં જીવન છે? કે ઘટના? જીવન વિશેની કલ્પના તથા વ્યાખ્યા પ્રત્યેકની અલગ-અલગ હોવાની સાથે પોતાની ખુદની છે. જીવન એ લીલાચ્છમ પર્વતોની બખોલમાથી ઝરમર - ઝરમર વહેતું નીર છે. જીવન એ શીતળતાનું શમળું છે. જીવન એ આકાશનું ગીત છે. જીવન એ સરિતાનું ઘરેણું છે. જીવન એ નરી વિસ્મયતા અને સંઘર્ષ ની સંધિ છે. જીવન એ