આમને આમ કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. પૃથ્વી હવે મહેશભાઈ સાથે ઓફિસ જતો અને એના પપ્પા મહેશભાઈને બિઝનેસમાં મદદ કરતો. એક વખત ઑફિસના કામથી પૃથ્વીને પંદર દિવસ બહારગામ જવાનું થયું. પૃથ્વીએ આ વાત મેઘાને કરી. મેઘાએ ખુશી ખુશી તો એને વિદાય આપી દીધી. મેઘાએ વિચાર્યું "પંદર જ દિવસનો સવાલ છે ને પછી તો પૃથ્વી તારી પાસે જ હશે ને." એક દિવસ જેમ તેમ પસાર કર્યો. સાંજે પૃથ્વી સાથે વાત પણ થઈ. બીજી સવારે મેઘાને પથારીમાથી ઉઠવાનું મન ન થયું. શરીર તૂટતું હતું. થોડી ઠંડી પણ લાગતી હતી. ઘડિયાળમાં જોયું તો ૧૦:૦૦ વાગ્યા હતા. આજે કેમ હું મોડે સુધી ઊંઘતી