ટાઈમપાસ - 2

(105)
  • 5.4k
  • 9
  • 2.2k

કાલે રવિવાર હતો, એટલે આજે ઊઠવામાં થોડું મોડું થયું.રવિવાર પછી સોમવાર ખૂબ ભારે હોય છે. સવાર બેચેન હોય છે. ઊંઘ પૂરી ન થવાની ફરિયાદ બધાને હેમશા રહેતી હોય છે. પણ કોઈ રસ્તો  છે ખરો? બસ રોબોટની જેમ ફરી આગલા ૬ દિવસ સુધી રવિવારની રાહ જોવાની! ક્યારેક થાય છે, આ બધું છોડી ક્યાંક દૂર જતો રહું, ભમ્યા કરું, રખડયા કરું, શુ જરૂર છે આ બધાની? પણ તે બધું ફક્ત કહેવાની વાતો, ફટાફટ તૈયાર થઈને હું નીચે પાર્કિંગમાં ગયો તો જોયું કારનો ટાયર બેસેલો હતો. રવિએ જોરથી લાત મારી, ત્યા જ હોર્નના અવાજ સાથે એક પરિચિત મઘુર ટહુંકો સંભળાયો.." હૈ ગુડ મોર્નિંગ..."