વિશ્વ મહિલા દિવસ

  • 6.6k
  • 2
  • 1.5k

વિશ્વ મહિલા દિવસ નાં દિવસે અમારી કોલેજ દ્વારા આયોજિત nss camp માં પીપલાણા ની પવિત્ર ભૂમિ પર જવાનું થયું. સ્વામિનારાયણ સંપ્રદાય નાં સ્વામી સહજાનંદ ની પવિત્ર દીક્ષા ભૂમિ નું સાન્નિધ્ય મળતાં આનંદ થયો. મારા તો એક તીરે બે કામ થઈ ગયા. પવિત્ર ભૂમિ નું સાન્નિધ્ય પણ મળ્યું ને મારી ડ્યૂટી પણ થઈ ગઈ. આખો દિવસ સરસ રીતે પસાર થયો. શાળા આરોગ્ય તપાસ અને વ્યસન મુક્તિ પર બાળકો ને વક્તવ્ય આપતી વખતે મારી મેડિકલ ઓફિસર તરીકે ની કારકિર્દી યાદ આવી ગઈ. સાંજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વક્તવ્ય પણ આપવાનું હતું. મહિલા વિષયક નાં મારા વિચારો થોડા ક્રાંતિકારી છે. થોડા અંશે આદરણીય કુંદનિકા