વિષાદ યોગ- પ્રકરણ-16

(200)
  • 7.1k
  • 7
  • 4.6k

દાદાએ વાત કહેવાની શરૂઆત કરી “આજથી લગભગ દસ વર્ષ પહેલાની વાત છે. ભાવનગર અને અલંગ બંદર તરીકે વિકસી રહ્યા હતા અને ધીમે ધીમે સિહોરમાંથી પસાર થતા આ રોડ પર ટ્રાફિક વધી રહ્યો હતો. આ રોડનું મહત્વ હવે વધવાનું હતુ તેને ધ્યાનમાં લઇ સરકારે હાઇવે બનાવવાનું નક્કી કર્યુ. હાઇવે ગામની બહારથી કાઢવાનું નક્કી થયું. સરકારે જે રસ્તો હાઇવે માટે પસંદ કર્યો હતો તે મારા ખેતરમાંથી નીકળતો હતો. મારી પાસે આમતો 70 વિઘા જમીન પણ અહી અમારા પંથકમાં વરસાદ ખૂબ ઓછો થાય એટલે પાણીની અછત છે. તેને લીધે તે 70 વિઘા જમીનમાં કાંઇ ઉત્પાદન થતું નહીં. મારા બંને દીકરા પણ તેને લીધેજ