રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 5

(558)
  • 7.8k
  • 30
  • 3.8k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 5 દોલતપુરથી નીકળી કબીર કલાકમાં તો શિવગઢ પોતે જ્યાં રોકાયો હતો એ વુડહાઉસ પહોંચી ગયો..નર્મદા નદીનો સુંદર કિનારો અને ઢળતો સૂરજ બંને અત્યારે એક નયનરમ્ય નજારો સર્જી રહ્યાં હતાં..કબીરનું લેખક હૃદય આ દ્રશ્ય ને પોતાનાં હૃદયમાં કેદ કરીને સંઘરી લેવાની કોશિશમાં હતું. "લો કાકા..આ બ્રેડ અને પનીર.અને આ રમકડાં અને ચોકલેટ તમારાં બંસી નાં દીકરા માટે.."વુડહાઉસ માં રસોડામાં કામ કરેલાં જીવાકાકાની જોડે પોતે લાવેલી વસ્તુઓ મુકતાં કબીર બોલ્યો. "અરે સાહેબ આ રમકડાં અને ચોકલેટની શું જરૂર હતી.."કબીરે લાવેલી વસ્તુઓ જોતાં જીવાકાકા એ કહ્યું. "અરે કાકા તમે મારાં ભાવતાં ભોજન બનાવી આપો છો અને મારી