ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 1

(269)
  • 10.8k
  • 18
  • 6.2k

લીંકન ટાપુમાં બલૂનમાંથી ફેંકાયાને અઢી વર્ષ વીતી ગયા હતાં. એ સમય દરમિયાન તેમનો સ્વદેશ સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. એક વાર સ્પિલેટે પક્ષીને ગળે બાંધીને ચિઠ્ઠી મોકલી હતી. એનો કોઈ અર્થ ન હતો. આયર્ટન એકલો તેમની સાથે જોડાયો હતો. હવે એકાએક 17મી ઓકટોબરે અણધાર્યા ઉજ્જડ સમુદ્રમાં બીજાં માણસો દેખાયાં હતાં. એમાં કોઈ શંકા ન હતી દેખાતું હતું એ વહાણ હતું! એ વહાણ સીધે સીધું જતું રહેશે? કે બંદરમાં અંદર પ્રવેશશે? થોડા કલાકોમાં એની ખબર પડી જશે.