મહેક ભાગ-૧૨રાતના દસ વાગ્યા હતા. મહે, બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી. બારી પાસે ઉભા રહી બાહર બજારની લાઇટો જોઇ રહેલ પ્રભાત પાસે આવતા પુછ્યું.. "શું વિચારે છે.?""કંઈ વિચારતો નથી. બસ એમજ બાહરનો નજારો જોઇ રહ્યો છું.." મહેકને જવાબ આપતા પ્રભાતે પાછળ ફરી મહેક સામે જોયું. ક્રિમ કલરની પારદર્શક નાઇટીમાં મહેક ખુબ જ સુંદર લાગી રહી હતી. લાઇટનો પ્રકાશ તેની નાઇટી આરપાર થઈ રહ્યો હતો, એમાં એના અંગના એકેએક વળાંક સ્પષ્ટપણે દેખાય રહ્યા હતા. આ નજારો અપલક જોતા પ્રભાત સમાધી અવસ્થામાં પહોચી ગયો હતો..."પહેલાં ખોટું બોલતા શીખીલે, તારો ચહેરો કહે છે તું કંઇક વિચારે છે. મને કહી શકતો હોય તો કહે. શું