કોઝી કોર્નર પ્રકરણ 2ગામથી હું બેગ બિસ્તરા લઈને કોઝી કોર્નરના રૂમ નં 17 માં આવ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. રવિવાર હોવાથી મારા રૂમ પાર્ટનર્સ પોત પોતાના પલંગમાં પોઢેલા હતા. આઠમા પાર્ટનર તરીકે કોઈ મારુ સ્વાગત કરવા ઉત્સુક નહોતું અને મારી ધારણા પ્રમાણે મારો કોટ સાવ ખૂણામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રૂમ ના દરવાજા બંદ કરવાનો રિવાજ નહિ હોવાથી હું આરામથી રૂમમાં પ્રવેશીને ખૂણામાં મને ફાળવેલા કોટ પર ગાદલું નાખીને બેઠો. જે જાગતા હતા એમાંથી કોઈ કાંઇ બોલ્યું નહિ. મને ખુબ તરસ લાગી હતી , મેં