મા બનાવાનો અધિકાર

(57)
  • 2.2k
  • 10
  • 767

મા બનાવાનો અધિકાર અનુનો આજે ગાંધીનગરમાં પહેલો દિવસ હતો. જામનગરથી એના ક્લાસ-વન ઓફિસર પતિની અહિ ટ્રાંસફર થઈ હતી. સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી અનુને અહિં પુરતી આઝાદી મળશે એ સિવાય બીજી કોઈ વાતે એને ગાંધીનગર આવવું પસંદ ન હતું. એના પતિએ પણ અનુને કંઈ તકલીફ ના પડે એ માટે સરકારી ક્વાર્ટર ને બદલે ભાડાનું ઘર જ એક સારી સોસાયટીમાં લઈ લીધું હતું. ધીરે ધીરે અનુ નવી જગાએ, નવા માહોલમાં ગોઠવાતી જતી હતી. અનુના રસોડાની બારીમાંથી પાછળના ઘરની એક બારી દેખાતી. એમ કહોકે બન્ને બારીઓ સામસામે જ હતી. અનુ જ્યારે રસોડામાં હોય ત્યારે કોઈ કોઈ વખત એને સામેની બારીમાં એક સ્ત્રી દેખાતી.