આપણે જોયું કે તૃપ્તિ એ આસિતને હા પાડી છતાં એ કંઈક અમંગલના સંકેતથી પીડાઈ રહી હતી. હવે આગળ..તૃપ્તિએ બધા જ નેગેટિવ વિચારને બાજુ પર મૂકીને પરીક્ષાને કેન્દ્રિત કરી ખુબ સ્ટડી કરવા લાગી હતી. એ હોશિયાર હતી આથી એને તૈયાર કરેલ નોટસ જ વાંચવાના હતા, રોજનું નક્કી કરેલ વર્ક પૂરું તો કરતી સાથોસાથ આસિત સાથે પણ ગપસપનો સમય કાઢી લેતી હતી. એના જીવનમાં ખુબ બધી અપેક્ષાઓ સાથે આસિતનું આગમન થયું હતું. તૃપ્તિની પરીક્ષા ખુબ સારી ગઈ હતી. પરીક્ષા પુરી એટલે હોસ્ટેલના દિવસો પણ પુરા થયા હતા. આજ આખરી રાત અમારી હોસ્ટેલમાં હતી. અમે બધી સખીઓ એ ખુબ મજા કરી હતી. બધા