સંભવામિ યુગે યુગે ભાગ ૨૮

(65)
  • 3.7k
  • 4
  • 1.9k

સોમ માથે હાથ દઈને બેસી ગયો. રામેશ્વરે સામેના સોફા પર બેસીને પૂછ્યું શું થયું છે . સોમે કહ્યું તે પાયલ ને લઇ ગયો . હવે હું શું કરીશ . પાયલ વગર ના જીવન ની હું કલ્પના પણ નથી કરી શકતો. રામેશ્વરે કહ્યું કે બાબા ને ખબર હતી કે જટાશંકર આવું કંઈક કરશે તેથી બાબાએ પાયલ ફરતે એક સુરક્ષા કવચ બનાવી દીધું હતું તેથી તે ભલે પાયલ ને લઇ ગયો પણ તે પાયલ નું કોઈ નુકસાન નહિ કરી શકે . હવે ચોંકવાનો વારો સોમ નો હતો તેણે પૂછ્યું આપ જટાશંકર વિષે જાણો છો ? અને આ બાબા કોણ છે ? રામેશ્વરે