લાલ બસ

  • 3.9k
  • 2
  • 1.2k

અમદાવાદ શહેરની નસેનસમાં વહેતાં રક્તકણો ક્યાં છે એ કહેશો? એક્ટિવાપર લાલ દુપટ્ટા લહેરાવતી હવામેં ઊડતી જતી લલનાઓ? જે ‘લાલ લૂગડું’ જોઈ ઘણા ‘ગોધાઓ’ ભડકે છે એ? બેશક શહેરના રસ્તાઓની શાન. પણ એ નહીં. હમણાં હમણાં કોઈએ કહ્યું કે લાલ રંગ આંખને આકર્ષે એટલે ફરજીયાત લાલ કે કેસરી બોર્ડ મારી બેસી ગયેલી બેંકો? ના. રતનપોળ અને હવે તો ઠેકઠેકાણે ડોકાતા લાલ સાડી, ચૂંદડી, ડ્રેસ, લોભમણા લાલ ચટક વસ્ત્રો શોભાવતા શોરૂમ? ના ભાઈ. એ પણ નહીં.