બેવફા - 3

(332)
  • 19.1k
  • 24
  • 13.6k

આનંદ એ થ્રી સ્ટાર હોલના બાર રૂમમાં બેઠો હતો. તેની સામે વ્હીસ્કીનો ગ્લાસ પડ્યો હતો. તે ખૂબ જ વ્યાકુળ દેખાતો હતો. રાત્રે આશાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોયા પછી જ તેની આવી હાલત થઈ હતી. રહી રહીને તે પોતાના ભાવિ સસરા લખપતિદાસને ભાંડતો હતો... તેના નસીબની ઈર્ષ્યા કરતો હતો. એના કલ્પનાચક્ષુઓ સમક્ષ આશાનો નિર્વસ્ત્ર દેહ તરવરતો હતો. આ વિચાર કેમેય કરીને તેના દિમાગમાંથી નહોતો નીકળતો.