પાખંડ

(39)
  • 6.1k
  • 7
  • 1.4k

“પાખંડ” વિશાળ મંડપમાં બેઠેલા હજારો અનુયાયીઓમાંથી ટુટેલા ફાટેલા અને મેલાઘેલા જભ્ભા-લેંઘામાં માથે દેશી પાઘડી પહેરેલો દેવજી માતાને કુતુહલવશ આગળની હરોળમાં બેઠો નિહાળી રહ્યો. અત્યારે એ માતાના દર્શન કરવામાં લીન હતો. અચાનક એ સફાળો ઉભો થયો અને દોડીને સ્ટેજ ઉપર બિરાજમાન માતાના ચરણોમાં દંડવત પ્રણામ કરવાની ચેષ્ટા કરવા ગયો અને એને માતાના અંગરક્ષકોએ પકડી લીધો. અનુયાયીઓનું અભિવાદન કરતા માતાનું ધ્યાન સ્ટેજના પગથીયા ઉપર બનેલી ઘટના ઉપર પડ્યું. માતા જાણે એ ભક્તનું દિમાગ કળી ગયા હોય એમ માતાએ એના અંગરક્ષકોને હુકમ કર્યો. “છોડી દો એને. એ શું કહેવા માંગે છે? આ માતાનો દરબાર છે, અહીં