ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા , મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ નોકરી કરતા હતા ત્યારે હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા , એ પૈસા માંથી ધીરુભાઈ ધરા ની દવા લાવ્યા અને બાકી ના પૈસા ધરા માટે દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા, અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાત થી અજાણ હતી, પોતાની બાળ-સહજ મસ્તી મા જ રમતી હતી... આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા