જ્યારે બીજી વખત પણ અમે મળ્યા ત્યારે પણ વિમલ કામમાં વ્યસ્ત જ હતો. પણ, તેમ છતાય એના દસેક દિવસમાં એની વાત કરવાના વાયદા પ્રમાણે એ મારી સાથે જ ચાના ટેબલ પર મારી સામે જ ગોઠવાયો.‘મેં વાંચ્યું કાલે રાત્રે...?’‘શું...?’ ફોનમાં કઈક ગડમથલ કરતા કરતા એણે સહસા પૂછ્યું. કદાચ એને તો ડાયરી વિષે અત્યારે યાદ પણ નહિ હોય.‘પેલી રાતની વાતો, ડાયરી...’ મેં ઈશારા દ્વારા કહ્યું.‘ઓહ... હા. તમે ચા લેશો કે કોફી...?’‘ચા.’‘તો હવે શું વિચાર છે. આગળ...’ વિમલે પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું. કદાચ એ કામમાં વ્યસ્તતાને લીધે મને આમ કહી રહ્યો હોય એવું મને લાગ્યું. પણ, એણે તરત જ એના શબ્દો સુધાર્યા