સવાર થતા જ મોજે દરિયા સાથે નીકળી જતો કૃષ્ણમ આજે કંઈક દુઃખી દેખાય છે. તેમના મનમાં ઘણા પ્રશ્નોના વાવાઝોડા ચાલ્યા કરે છે પણ તે કોને કહે. પોતાના જીવન માં કરેલી ભૂલો ને તે વારંવાર વાગોળ્યા કરે છે અને પોતાના આસું ને રોકી શકતો નથી. પોતે કરેલી ભૂલનો તેને પછતાવો થાય છે અને જીવન માં આવેલા દુઃખ ને એ સમજવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે ને કે માણસ જીવન માં જયારે કંઈક ભૂલ કરે છે ત્યારે માણસ તેમાંથી શીખે છે એવી જ રીતે કૃષ્ણમ પણ કંઈક આવા રસ્તે આવી ને ઉભો છે. અને આજે એ પોતાના જીવન માં ઘણું શીખ્યો