રૂહ સાથે ઈશ્ક રિટર્ન 3

(548)
  • 7k
  • 28
  • 4.4k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 3 શિવગઢમાં પોતાની પ્રથમ રાત પસાર કર્યાં બાદ કબીર જ્યારે સવારે ઉઠ્યો ત્યારે આઠ વાગવા આવ્યાં હતાં..કબીરને નીચે રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો જે સાંભળી એને અનુમાન લગાવ્યું કે જીવકાકા આવી ચુક્યાં હતાં. "કાકા,નીચે તમે છો ને..?"નીચે જીવકાકા જ હાજર હતાં એની ખાતરી કરવાનાં ઉદ્દેશથી કબીરે ઊંચા અવાજે પૂછ્યું. "હા સાહેબ હું જ છું..તમે બ્રશ કરીને નીચે આવો..ચા-નાસ્તો તૈયાર છે."નીચેથી જીવકાકાનો અવાજ કબીરનાં કાને પડ્યો. "હા કાકા..આવું દસેક મિનિટમાં.."કબીરે પ્રત્યુત્તરમાં કહ્યું. થોડીવારમાં કબીર નીચે પહોંચ્યો એટલે જીવા કાકા એ ગરમાગરમ નાસ્તો અને ચા એને આપી..કબીર ચા-નાસ્તો કરી રહ્યો એટલે જીવકાકા એ કબીરને ઉદ્દેશીને પૂછ્યું.