નાતરું-૨

(73)
  • 3.1k
  • 6
  • 1.3k

નાતરું-૨(ચંપાબાને એક તરફ પૌત્રાવતારની ખુશી હતી તો બીજી તરફ પતિનો વિરહ જીવતરને દઝાડી રહ્યો હતો.)હૈયાના એક ગમગીન ખૂણે પતિના ચિત્તચીર વિરહી મરશિયા ગવાઈ રહ્યાં હતાં જ્યારે બીજે ખૂણે આછો આનંદ ઉમળકા ભરવા આતુર હતો. એ આનંદ પળભરમાં જ આંસુઓના સમંદરમાં પરિવર્ત્યો. ઉરમાં ધરબાયેલ પતિનો પ્યાર પાંપણે આવ્યો, સહેંજ અટક્યો ને ઉભરાઈ પડ્યો.              પતિ પારાવાર સાંભરી આવ્યા. અંતરમાં માંડ સંગ્રહી રાખેલા હીબકા ક્ષણમાં જ હિલ્લોળે ચડ્યા.          ‎પેટે મજબૂત પાટા બાંધીને પુત્રને ઉછર્યો. મોટો કર્યો.ઉંમરલાયક થયો એટલે સારું ઘર અને વહું જોઈને સમરાંગણ સમાં સોનેરી સંસાર રથ સાથે જોડ્યો.