ધરબાયેલી સંવેદના - ભાગ ૮

(72)
  • 3.5k
  • 4
  • 2.2k

જમીને મેઘા બાલ્કનીમાં બેઠી હોય છે. પૃથ્વી આવે છે બાલ્કનીમાં.મેઘા:- "ક્યારે મળાવીશ તારી ગર્લફ્રેન્ડને? ક્યારની રાહ જોઉં છું."     પૃથ્વી બાલ્કનીમાંથી મેઘાની બાલ્કનીમાં આવતો હોય છે કે મેઘા કહે છે "પૃથ્વી શું કરે છે? આ રીતે ન આવ. WAIT હું તારા ઘરે આવું છું."મેઘા પૃથ્વીના ઘરે આવે છે. મેઘા:- "ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા?"પૃથ્વી:- "બધા પાર્ટીમાં ગયા છે. તું ચાલ મારા રૂમમાં."મેઘા:- "રૂમમાં નહિ આપણે તો તારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે."પૃથ્વી:- "અરે યાર પહેલા તું રૂમમાં તો આવ."બંન્ને રૂમમાં જાય છે. પૃથ્વી કબાટમાંથી ચોલી, લહેગો અને દુપટ્ટો મેઘાને આપે છે.મેઘા:- "Wow પૃથ્વી શું ડીઝાઈન છે. ખૂબ સરસ ડ્રેસ છે.