વજન.

(33)
  • 4.4k
  • 6
  • 1.2k

“વજન.” કબીરને ઊંઘ આવતી હતી. પણ રશ્મિએ જોરથી એની પીઠ ઉપર ધબ્બો મારીને ઉઠાડ્યો. “ઉઠ, ઉઠને... પછી મોડું થઇ જશે.. હમણાં રીક્ષા આવી જશે.”આંખો ચોળતો ચોળતો તે ઉભો થઇ બાથરૂમ તરફ ગયો. ઉતાવળે એણે હાથ અને મોં ઉપર પાણી છાંટયું. પેશાબ કરવા ઉભો રહ્યો.. “કેટલી વાર લાગશે કબીર? રીક્ષા આવી જશે હમણાં.” બાથરૂમની બહારથી અચાનક રશ્મિનો અવાજ આવતા થોડીવાર માટે એનું પેશાબ રોકાઈ ગયું. ઉતાવળે એ બાથરૂમમાંથી બહાર નીકળ્યો કે તરત રશ્મિએ હાથમાં ટુથપેસ્ટ લગાવેલ બ્રશ પકડાવી દીધું.. “કબીર! બ્રશ કરીને ઉતાવળે આવ.. નાસ્તો તૈયાર છે.. બુક્સ ટાઈમ ટેબલ મુજબ બેગમાં ગોઠવી છે ને? હોમ વર્ક?” કબીરના મોંમાં બ્રશ