કરામત કિસ્મત તારી -5

(67)
  • 4.7k
  • 7
  • 2.3k

આજે વીરા ના લગ્ન છે. જાન આવવાની તૈયારી માં છે. દુલ્હન પણ તૈયાર થઈ ગઈ છે. વીરા આજે રેડ અને વાઈટ કલરના પાનેતર માં સરસ ઢીંગલી જેવી લાગી રહી છે. પછી જાન આવે છે. અને થોડી વાર માં વિધિ શરૂ થતા નવ્યા અને અસિત વીરા ને લઈને મંડપમાં ચોરી માં લઈ આવે છે. ત્યાંથી આવતા સુધી અસિત નુ ધ્યાન ફક્ત નવ્યા પર હતુ. તેને આજે અસિતે પસંદ કરેલા ચોલી પહેર્યા હતા. અને સાથે મેચિંગ ઈયરિગ્સ , ડોકમા નાજુક સેટ, થોડી હેરસ્ટાઇલ અને હળવા મેકઅપ માં આજે તે અપ્સરા જેવી સરસ દેખાતી હતી..અસિત નુ ધ્યાન જાણે તેના તરફથી હટતુ જ નહોતું.