કાશીનાથના આલિશાન બંગલામાં એક રૂમમાં અત્યારે કાશીનાથ અને આનંદ બેઠા હતા. રૂમમાં દૂધિયા બલ્બનો હળવો પ્રકાશ છવાયેલો હતો. આ રૂમનો ઉપયોગ બાર રૂમ તરીકે થતો હતો. દુનિયાની નજરતી રૂમ તદ્દન ખાનગી હતો. રૂમમાં ખૂબસૂરત કાઉન્ટર બનેલું હતું. કાઉન્ટરની પાછળના શો કૈસમાં અનેક જાતની શરાબની બોટલો ગોઠવેલી હતી. અત્યારે કાઉન્ટર પર જોની વોકર બ્લેક લેબલની એક બોટલ તથા બે બલ્જીયમની બનાવટના કટ ગ્લાસ પડ્યા હતા. બંને ગ્લાસ ભરેલા હતા. કાઉન્ટર પાસે જ આઠ સ્કૂલ પડ્યાં હતાં. જેમાંથી છ સ્ટૂલ ખાલી હતા.