નો રીટર્ન -૨ ભાગ-૭૨ ભારે વેગથી કોઇ મારી સાથે અથડાયું હતું અને અમે બન્ને જમીન ઉપર ચત્તાપાટ પડયા હતાં. મેં તેને નીચે ધકેલ્યો અને ટોર્ચ લાઇટનો પ્રકાશ તેની ઉપર ફેંકયો. તેનો ચહેરો જોતાં જ મારા ગળામાંથી ચીખ નિકળી ગઇ. એ કાર્લોસ હતો. એનો સંપૂર્ણ ચહેરો લોહીથી ખરડાયેલો હતો. રાતનાં અંધકારમાં ટોર્ચ લાઇટનું ઝાંખુ અજવાળુ તેનાં ચહેરાને બીહામણું બનાવતું હતું. એવું લાગતું હતું જાણે હમણાં જ એ લોહીમાં સમુદ્રમાં નાહીને બહાર નિકળ્યો હોય. હું સાચે જ ડરી ગયો. “ એ... એ... લોકો, એના ને .... લઇ ગયાં... “ કાર્લોસ ધ્રુજતાં અવાજે નીચે પડયો પડયો જ બોલ્યો. તેનાં અવાજમાં