પ્રતિક્ષા-૨૨

(124)
  • 4.3k
  • 6
  • 2k

“ઓફીસનું થઇ જશે ઉર્વા એને મુક સાઈડમાં” રચિત ચીડાતા બોલ્યો અને પછી ધીમેથી પોતાનો હાથ ઉર્વાના હાથ પર મુકતા બોલ્યો “પણ આપણે શું કરશું હવે આગળ? અત્યારે જ નીકળી જવું છે કે થોડો રેસ્ટ કરવો છે તારે?”“હું નથી આવવાની રચિત, હું તો અહિયાં જ રોકાઇશ...” ઉર્વા શુષ્ક નિર્લેપ ભાવે બોલી. રચિત તેની સામે જોઈ રહ્યો. તે તેના ચેહરા પરથી તેના વિચારો કળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેને કંઇજ સમજાઈ નહોતું રહ્યું“શું કામ?”“રચિત મને નથી લાગતું રઘુભાઈ આટલી સહેલાઇથી ઉર્વિલને જવા દેશે. એ અત્યારે અમદાવાદ જ હશે, મારે એકવખત એમને મળીને બધું ક્લીયર કરવું જ પડશે.” ઉર્વા શાંતિથી કહી રહી