આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૧૯સરલાબેન અને મોનાબેન પણ વિશ્વાસ અને નીકીની વાત સાંભળવા તત્પર હતાં. વિશ્વાસના દિમાગમાં નીકી શું પુછશે તેની ગડમથલ ચાલી રહી હતી અને નીકી ઉત્સાહના મુડમાં હતી.નીકીએ વિશ્વાસને પુછ્યું,"વિશ્વાસ રેડી ફોર ધ કવેશ્ચન આન્સર ?"વિશ્વાસે કંઇપણ બોલ્યા વગર ડોકુ હલાવી હા કહી."તો બોલ વિશ્વાસ, દુધ મોંઘુ કે ઘી? ""ઘી.""વિશ્વાસ, દુધમાંથી ઘી બનાવવા કેવી પ્રોસેસ કરવી પડે એ તો તને ખબર જ હશે.""હા મને ખબર છે. પહેલા દુધમાંથી મલાઇ અલગ તારવવી પડે, માખણ વલોવવુ પડે અને માખણને વલોવી તેમાંથી છાશ નીકાળી તેને ઘણી મહેનતે ગરમ કરવુ પડે અને આખરે ઘી મળે. મને આટલી