પ્રકાશ-રોશની

  • 3.8k
  • 1
  • 952

આલીશાન મકાન બહાર ઉછળતો દરિયો .... ફેસીનેટ ફર્શ પર મોંઘો ગલીચો... સામે જ નકશીકામ કરાવેલો સુંદર અરીસો... દરિયાની કંઈક અલગ સુંગધ અને રૂમની અલગ મહેક સાથે મળીને કંઈક અલગ માદક મહેક બનતી હતી ..આછા પરદામાં થી આવતો પ્રકાશ જાણે અલગ અલગ ભાત બનાવતો હતો.. રોશની અરીસા સામે બેઠી છે... તેણી પોતની જાતને નીરખીને જુએ છે... સહેજ શ્યામ વર્ણ અને વેવી કમર સુધી પોહચતા વાળ... સરસ ગોઠવાયેલા હોઠ.... આંખો માં અદભુત ચમક ... માપસર બાંધો ... અને ખાસ તો એ સ્મિત જે કોઈ પણ પુરુષને પાંગળા બનાવી દે...... તેણી પોતેજ પોતાનાં પ્રતિબિંબને જુએ છે.... અરે .... તારી દીકરીનો વર્ણતો શ્યામ છે....