ભુરો ને બાલી એક પ્રેમ કથા

(53)
  • 5.3k
  • 7
  • 1.7k

સાજન એડા કિજીયે ,સારસ જેડા હોય એકલડા જીવે નહિ , સાથે મરતાં હોય ... ઉપર ના દૂહા ને સાચો કહેવાતી આ પ્રેમ કથા છે.આપણી સંસ્કૃતિમાં નદીનુું અદકેરું મહત્વ છે.માનવસંસ્કૃતિનદી કાંઠે જ વસી-વિકસી છે.આથી જ તો નદી સરિતા નેલોકમાતા કહેવામાં આવે છે.ગામ ની મહામૂલી સંપત્તિ કહેવાય છે. નદી કાંઠે પ્રકૃૃૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે.તેમાંય વહેલી પરોઢે નદીનું સૌન્દર્ય અનોખું‌. ઊગતા સૂર્યનાબાલકિરણો નદીના ખળખળ વહેતા પાણીમાં સોનેરી પટ્ટાપાડતાં હોય‌. ત્રાંબા પિત્તળના ઝગમગતા બેડલા લઈને આવજા કરતી પનિહારીઓએ પહેરેલ ભાતભાતના રંગબેરંગી વસ્ત્રોથી નદીકાંઠે ફૂલગૂૂથણીની અવનવી ભાતપડતી હોય.નદીને કિનારે વેકરાના વિશાળ પટમાં