પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 4

(38)
  • 5.4k
  • 3
  • 2k

વિપિનબાબુ સ્ત્રીને સંસારનું સૌથી સુંદર સર્જન માનતા હતા. એ કવિ હતા. એમની કવિતાનો મુખ્ય વિષય હતો સ્ત્રી અને સ્ત્રીનું સૌંદર્ય, સ્ત્રીને એ માધુર્ય સૌંદર્ય અને યૌવનની જીવતી જાગતી પ્રતિમા માનતા. સ્ત્રી શબ્દ સાંભળતાં જ એમની હૃદયવીણા પુલકિત થઇ ઊઠતી. એમનું મન મલ્હાર આલાપવા બેસી જતું. પાકી સમજણ આવી ત્યારથી તેમણે કામિનીની કલ્પના કરવાની શરૂઆત કરી દીધી હતી. એવી કામિની કે જે એમના હૃદયની રાણી બનશે, એનામાં ઉષાની પ્રફલ્લતા હશે.