ભેદી ટાપુ - ખંડ બીજો - 19

(247)
  • 9.7k
  • 24
  • 5.9k

બે વરસ! બે વરસથી તેઓ પોતાના દેશથી છૂટા પડી ગયા હતા. સુધરેલી દુનિયાના કોઈ સમાચાર તેમને મળતા ન હતા. અમેરિકામાં શું થતું હશે? આંતરિક યુદ્ધ ચાલુ હશે કે પૂરું થઈ ગયું હશે? આ બે વરસમાં એક પણ વહાણ આ બાજુ ડોકાયું નથી. લીંકન ટાપુ દુનિયાથી અજાણ્યો છે. નકશામાં પણ તેને બતાવવામાં આવ્યો નથી. અહીં બંદર નથી. બહુમાં બહુ તો આગબોટ પીવાનું પાણી લેવા કોઈ ટાપુ પર આવતી હોય. સ્વદેશ પાછા પહોંચવા માટે બહારની કોઈ મદદની આશા વ્યર્થ હતી. બધો આધાર પોતાનાં બાવડાનાં બળ ઉપર જ રાખવો પડે તેમ હતો.