લવ, લાઈફ અને ફન્ફ્યુઝન 8

(61)
  • 5.2k
  • 11
  • 1.9k

કનેક્શન"મમ્મી હું જઉં છું." માહિર સીડીઓ ઉતરતા બોલ્યો."પણ આટલી સવારે આટલી ઉતાવળ માં ક્યાં જાય છે? આરામ થી બેસી અને નાસ્તો કરી લે ." મમ્મી કિચન ની બહાર આવતા બોલ્યા. "રહેવા દે અરુણા આ રાજકુંવર ક્યાં કોઈ ની સાંભળે છે , હમણાં કહેશે હાલ મોડું થાય છે કોલેજ ના કેન્ટીન માં નાસ્તો કરી લઈશ." પાપા એ ન્યૂઝપેપર ટેબલ પર રાખ્યું ઉભા થયા માહિર તરફ ચાલતા બોલ્યા , "દરરોજ કેમ મોડું જ થતું હોય છે તને ? તારી મા દરરોજ તારી માટે આટલા પ્રેમ થી નાસ્તો બનાવે છે , રાત્રે દરરોજ ડાઇનિંગ ટેબલ પર 10 વાગ્યા સુધી તારી રાહ જુએ છે અને