કોઝી કોર્નર પ્રકરણ 1કોઝી કોર્નર ! આંબાવાડી વિસ્તારમાં આવેલો બહુ મોટો લગભગ 25 થી વધુ ઓરડાઓ અને પેટા ઓરડાઓ ધરાવતો વિશાળ બંગલો હતો. આગળ અને પાછળ બહુ મોટું કમ્પાઉન્ડ. મુખ્ય રોડ પર એનો દરવાજો જે હંમેશા બંધ રહેતો અને કાટખૂણે એક નાની ઝાપલી જે હમેશા ખુલ્લી રહેતી. ગુજરાતના બહુ મોટા ઉધોગપતિ ક્યારેક આ બંગલામાં સપરિવાર રહેતા હશે, પણ પછીથી એમણે આ બંગલો પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ તરીકે આપી દીધેલો. અમદાવાદ જેવા શહેરમાં ગામડેથી ભણવા આવતા કોલેજીયન અને બારમા ધોરણના વિધાર્થીઓને આ હોસ્ટેલમાં નજીવા ભાડામાં એડમિશન મળી જતું. હોસ્ટેલનો વહીવટ અને દેખરેખ રાખવા માટે